નવી દિલ્હી: ખેડૂત આંદોલન (Farmers Protest) વચ્ચે દિલ્હીની ગાઝીપુર બોર્ડર (Ghazipur border)  એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. ખેડૂતોની વધતી સખ્યા અને ગણતંત્ર દિવસ પરેડ બાદ સર્જાયેલા હાલાતને જોતા બોર્ડર પર સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારવામાં આવી છે. આ બધા વચ્ચે દિલ્હી પોલીસ દ્વારા ગાઝીપુર  બોર્ડર પર અણીદાર ખિલ્લા લગાવવામાં આવ્યા છે. આ ખિલ્લા હટાવવાના ખબર હાલ ખુબ વાયરલ થઈ રહ્યા છે. જેના પર દિલ્હી પોલીસે કહ્યું કે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે લગાવવામાં આવેલા ખિલ્લા હટાવવામાં આવ્યા નથી. પરંતુ રી-પોઝિશન કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષે સતત બનાવ્યો મુદ્દો
કૃષિ કાયદા (Farm Laws) અંગે દિલ્હીની સરહદો પર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે. ગણતંત્ર દિવસ પર થયેલી હિંસા બાદથી પોલીસે સરહદો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દીધી અને અનેક લેયરની બેરિકેડિંગ કાંટાળા તારની સાથે અણીદાર ખિલ્લા પણ લગાવી દીધા હતા. જેના લીધે દિલ્હી પોલીસ  (Delhi Police)  પર ખુબ નિશાન સાધવામાં આવ્યું. વિપક્ષી દળો સતત આ મુદ્દે દિલ્હી પોલીસને ઘેરી રહ્યા છે. દિલ્હી પોલીસે હવે આ ખિલ્લાને રી પોઝિશનિંગ કર્યા છે.


PHOTOS: કોણ છે આ રિહાના, જેના 6 શબ્દોએ બદલી નાખી ખેડૂત આંદોલનની હવા


ફરીથી લાગશે ખિલ્લા?
મીડિયા રિપોર્ટ્સ મુજબ લગભગ 11 વાગે ખિલ્લા હટાવવામાં આવ્યા. જે લોકો આ ખિલ્લા હટાવી રહ્યા હતા, તેમને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે આ અંગે કોઈ જવાબ આપ્યો નહી. આ બાજુ કર્મચારીઓની સાથે એક દિલ્હી પોલીસકર્મી પણ હતો જેણે આ સમગ્ર મામલે મૌન જાળવ્યું. ત્યારબાદ દિલ્હી પોલીસ તરફથી સ્પષ્ટ કરાયું કે ખિલ્લા હટાવવામાં આવી નથી રહ્યાં પરંતુ રી પોઝિશનિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને પરેશાની ન થાય તે માટે કેટલીક જગ્યા અવરજવર માટે ખાલી રાખવામાં આવી રહી છે.  


વાત જાણે એમ છે કે ખેડૂતોને મળવા માટે 10 વિપક્ષી દળોના સાંસદ ગાઝીપુર બોર્ડર ( Ghazipur border) પર પહોંચ્યા હતા. પરંતુ તારબંધી અને બેરિકેડિંગ તથા ખિલ્લાના કારણે તેઓ દિલ્હીની સરહદથી યુપી ગેટ સુધી પહોંચી શક્યા નહી. ત્યારબાદ જ આ ખિલ્લાની રી પોઝિશનિંગ કરવામાં આવી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube